વસાઇ@દારૂ: ફિલ્મીઢબે પીછો કરી ગાડીમાંથી દારૂ પકડી પાડતી પોલીસ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકે મહેસાણા જીલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રીટીકલ ગામોમાં પેટ્રોલીંગ કરવા સુંચના આપી હતી. જે આધારે બુધવારે વસાઇ પોલીસ સ્ટેશનના જી.એ.સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇનસ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કેલીસણા ગામ તરફથી એક સફેદ
 
વસાઇ@દારૂ: ફિલ્મીઢબે પીછો કરી ગાડીમાંથી દારૂ પકડી પાડતી પોલીસ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકે મહેસાણા જીલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રીટીકલ ગામોમાં પેટ્રોલીંગ કરવા સુંચના આપી હતી. જે આધારે બુધવારે વસાઇ પોલીસ સ્ટેશનના જી.એ.સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇનસ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કેલીસણા ગામ તરફથી એક સફેદ કલરની મારૂતી સ્વિફટ ગાડી વડાસણ ગામ તરફના રોડ ઉપર જઇ રહેલ છે અને તે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે.

વસાઇ પોલીસે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે રાખી સદર હકીકત આધારે કેલીસણા ગામની સીમમાં કેલીસણા થી વડાસણ તરફ જતાં એપ્રોચ રોડ ઉપર ગાડીને આડાશ કરી ઉભા હતા. આ દરમ્યાન કેલીસણા ગામ તરફથી એક સફેદ કલરની સ્વિફટ ગાડી આવતી હોઇ અને સદર ગાડીમાં દુરથી જોતાં ગાડીની અંદરની લાઇટના અજવાળામાં ચાલક તથા તેની બાજુની સીટમાં એક ઇસમ બેઠેલા દેખાય હતા. પોલીસે આ ગાડીને ઉભી રાખવા ઇશારો કરતા ચાલકે ગાડી ઉભી ન રાખી ભગાડી મુકી હતી. જેથી પોલીસે દેવડાથી દેવીપુરા જતા રોડ ઉ૫ર આવેલ ચાર રસ્તા ઉપર નાકાબંધી કરી હતી. પોલીસે ફિલ્મીઢબે ગાડીનો પીછો કરતા ચાલક અંધારામાં ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની રોયલ સ્ટેગ વ્હીસ્કીની કંપની લેબલ સીલ વાળી બોટલ નંગ-48 કિંમત રૂ.28,800 તથા મારૂતી સ્વિફટ ગાડી કિંમત રૂ.4,00,000 મળી કુલ રૂ. 4,28,800 નો મુદામાલ રાખી બન્ને ઇસમો રેઇડ દરમ્યાન દોડીને અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હોઇ બન્ને ઇસમો વિરૂદ્વ ધી પ્રોહી.એક્ટ કલમ-65A,E,116B,98(2),81 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.