વાસ્તુ શાસ્ત્ર: આ 5 છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, દૂર થશે આર્થિક તકલીફ

અટલ સમાચાર, ડેસ્ક વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા વાતારવણમાં તમામ વસ્તુઓની અસર આપણા પર પડે છે. ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી આસપાસનાં વાતાવરણમાં તાજગી આવે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. વાસ્તુ અનુસાર આપણી આસપાસ કેટલાક એવા છોડ હોવા જોઇએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થતું રહે. જાણો, કેટલાક એવા છોડ વિશે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ
 
વાસ્તુ શાસ્ત્ર: આ 5 છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, દૂર થશે આર્થિક તકલીફ

અટલ સમાચાર, ડેસ્ક

વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા વાતારવણમાં તમામ વસ્તુઓની અસર આપણા પર પડે છે. ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી આસપાસનાં વાતાવરણમાં તાજગી આવે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. વાસ્તુ અનુસાર આપણી આસપાસ કેટલાક એવા છોડ હોવા જોઇએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થતું રહે. જાણો, કેટલાક એવા છોડ વિશે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને પૈસાની અછત ક્યારેય સર્જાતી નથી.

પુરાણો અનુસાર, ઘરમાં તુલસીનો છોડ હોવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. તેમાં લક્ષ્મી માતાનું વાસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે ત્યાં શ્રી વિષ્ણુની કૃપા પણ વરસતી રહે છે. તુલસીનો છોડ ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરીને પૉઝિટિવિટીનો સંચાર કરે છે. ઘરમાં તુલસીનો છોડ હોવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને પૈસાની અછત પણ થતી નથી.

કેળાનું વૃક્ષ (Banana tree)

કેળાના વૃક્ષ સાથે કેટલીય ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જે લોકોને લગ્નમાં અડચણો આવી રહી છે તેમણે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ. ત્યારે કેળાનાં પાંદડાંનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. માન્યતા છે કે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ત્યારે જે ઘરમાં કેળાનું વૃક્ષ હોય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે. ત્યાં પૈસાની અછત ક્યારે સર્જાતી નથી.

બીલીનું વૃક્ષ (Billy’s tree)

માન્યતાઓ અનુસાર ભગવાન શિવને બીલીનું વૃક્ષ ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે ભગવાન શિવ પોતે આ વૃક્ષમાં નિવાસ કરે છે. ઘરમાં બીલીનું વૃક્ષ લગાવવાથી ધન-સંપત્તિની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમામ સંકટ દૂર થાય છે. ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

અશ્વગંધાનો છોડ

અશ્વગંધાનો છોડ ઘરમાં લગાવવાથી તમામ વાસ્તુદોષ દૂર થઇ જાય છે. આ છોડ જીવનને સુખમય બનાવે છે. આ છોડથી આયુર્વેદિક ઔષધિ પણ તૈયાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ છોડને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

જાસુદનો છોડ

જ્યોતિષ અનુસાર, જાસુદનો છોડ સૂર્ય અને મંગળથી સંબંધ ધરાવે છે. આ છોડને ઘરમાં ક્યાંય પણ લગાવી શકાય છે. માન્યતા છે કે હનુમાન જી અને માતા દુર્ગાને જાસુદના ફૂલ અર્પણ કરવાથી તમામ સંકટ દૂર થઇ જાય છે. મંગળ ગ્રહની સમસ્યા, સંપત્તિ સંબંધિત અડચણો તથા કાનૂન સંબંધિત સમસ્યા પણ દૂર થઇ જાય છે.