આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ જી.કે.જાડેજા પો.સ.ઇ વાવ તથા પો.સ્ટાફ હેઙકોન્સ સેધાભાઇ તથા અ.પો.કોન્સ દજાભાઇ ઉચપા ગામના પાટીયા પાસે વોચમાં હતા.

આ દરમિયાન એક બોલેરો ગાડી આવતા ઉભી રાખવા ઇશારો કરતા ગાડી ભગાડેલ જે પીછો કરતા થોડે દૂર કાચા નેળીયામાં બોલેરો ગાડી નં GJ-08-R-0720 ની મૂકી જેનો ચાલક ભાગી ગયો હતો. જોકે તેનો પીછો કરી પકડી નામઠામ પૂછતા ચમનભાઇ દજાભાઇ પટેલ રહે.જીવાજીનુ ગોળીયુ,કારોલા તા.સાંચોર હોવાનુ જણાવેલ અને સદરહુ પ્રોહી જથ્થો વિક્રમભાઇ ધેંગાભાઇ ચારડીયા(રાજપૂત) રહે.ચારડીયા વાસ,વાવને આપવાનો હોવાનુ જણાવ્યુ હતુ.

પોલીસે બોલેરો ગાડીનુ પાયલોટીંગ કરતા ઇસમ નરપતભાઇ પૂજાભાઇ ચારડીયા(રાજપૂત) રહે.ચારડીયા વાસ,વાવ મોબાઇલ ફોન કિ.રૂ 5000 સાથે પકડી ગાડીમાંથી ભારતીય બનાવટનો પરપ્રાતીય દારૂ બોટલ નંગ-912 કિ.રૂ.91,200 તથા ગાડી કિ.રૂ 2,00,000 તથા એક મોબાઇલ કિ.રૂ.5,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.2,96,200નો મળી આવેલ હોઇ ઉપરોકત ઇસમોએ ગુનો કરેલ હોઇ જેની વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code