વાવ: ચુંટણી આચારસંહિતાના ભંગની દલીલ સાથે TDO બદલવા રજૂઆત

અટલ સમાચાર,વાવ લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેની સામે વાવ તાલુકા વિસ્તારમાં સ્થાનિક અધિકારીને કારણે આચારસંહિતાનો ભંગ થતો હોવાની દલીલ સામે આવી છે. સ્થાનિક નાગરિકે વાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ TDOને બદલવાની માંગ સાથે રજૂઆત કરતા વહીવટી આલમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં વાવ TDO બી.ડી.સોલંકીની બદલી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કરવામાં આવી
 
વાવ: ચુંટણી આચારસંહિતાના ભંગની દલીલ સાથે TDO બદલવા રજૂઆત

અટલ સમાચાર,વાવ

લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેની સામે વાવ તાલુકા વિસ્તારમાં સ્થાનિક અધિકારીને કારણે આચારસંહિતાનો ભંગ થતો હોવાની દલીલ સામે આવી છે. સ્થાનિક નાગરિકે વાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ TDOને બદલવાની માંગ સાથે રજૂઆત કરતા વહીવટી આલમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

તાજેતરમાં વાવ TDO બી.ડી.સોલંકીની બદલી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કરવામાં આવી છે. આથી વાવ તાલુકા પંચાયતનો ચાર્જ દિયોદર તાલુકાના મદદનીશ TDO પી.આર.દવેને આપવામાં આવ્યો છે. જેના સંદર્ભે સ્થાનિક નાગરિક રણજીતસિંહ બી.રાજપુતે આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાની રજૂઆત કરી છે. અરજદારની દલીદ મુજબ ઇન્ચાર્જ TDO વાવ તાલુકાના ઢીમાં ગામના વતની હોવાથી લોકસભા ચુંટણીમાં આચારસંહિતાનો ભંગ થઇ રહયો છે. આથી બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી અને રાજય ચુંટણી કમિશ્નરને રજૂઆત કરી વાવ TDOને બદલવા માંગ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરજદારે વાવ TDOને બદલી ભાભર કે સુઇગામના TDOને ચાર્જ સોંપવાની માંગ કરતા રજુઆત સામે વહીવટી ફેરબદલ કરાવવાની ગણતરી હોવાની આશંકાઓ ઉભી થઇ છે.