વાવના આછુઆ માઈનોર કેનાલમાં ગાબડુ, બનાસકાંઠામાં કેનાલ તુટવાનો સીલસીલો યથાવત, તંત્ર બેધ્યાન

રામજી રાયગોર, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આછુઆ કેનાલમાં ગાબડુ પડ્યું હતું. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક પાણીમાં ધોવાઈ જવા પામ્યો છે. ગાબડુ પડવાથી જીરાના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાની ઘટના વધી છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.
 
વાવના આછુઆ માઈનોર કેનાલમાં ગાબડુ, બનાસકાંઠામાં કેનાલ તુટવાનો સીલસીલો યથાવત, તંત્ર બેધ્યાન

રામજી રાયગોર, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આછુઆ કેનાલમાં ગાબડુ પડ્યું હતું. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક પાણીમાં ધોવાઈ જવા પામ્યો છે. ગાબડુ પડવાથી જીરાના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાની ઘટના વધી છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાથી ખેડૂતો જાતે જ કેનાલ રિપેરીંગની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. તંત્ર પ્રત્યે ખેડૂતો ભારે નારાજગી વ્યક્ત કરી હતી.