આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં કોટડી ગામમાં રહેતા મેવાડા સમાજનાં યુવક અને પટેલ સમાજની યુવતીએ વચ્ચે પ્રેમ પાંગરતા તેમણે વર્ષ 2016માં લગ્ન કર્યા હતાં. જેના કારણે યુવતીનો પરિવાર તેમનાથી ગુસ્સે ભરાયો હતો. જે બાદ યુવતિના પરિવારે યુવકનાં ઘર પર હુમલો કરીને તેનાં માતા પિતાને ઘરમાં પુરીને માર માર્યો હતો. ત્યારે યુવતી ગામમાં આવશે તો તેને સળગાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે પ્રેમલગ્ન કરીને દંપતી 3 વર્ષ માટે અમદાવાદમાં છુપાઇને નાસતા ફરતા હતાં. જેથી તેઓએ પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી. પરંતુ તેમાં પણ કંઇ સફળતા ન મળતા હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

અરજદારે રજૂઆત કરી હતી કે, આ દંપતીને એક વર્ષનો બાળક છે. ડરના કારણે આ દંપતી ગામમાં જઇ શકતું નથી. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં કોટડી ગામનાં દંપતીને છ મહિના સુધી પોલીસ રક્ષણ આપવાનો આદેશ કર્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code