વાવ પોલીસના એ.એસ.આઈ. 11,000ની લાંચ મામલે ઝડપાયાઃ એસીબીનો સપાટો

અટલ સમાચાર, વાવ બનાસકાંઠા એસીબીએ વાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિત અન્ય એકને છટકુ ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. રુ ૧૧૦૦૦ની રકમ સ્વિકારતા પકડાઈ જતા જિલ્લા પોલીસ આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. અગાઉ વાવ પોલીસ સ્ટેશનને આઈ.પી.સી.૪૯૮ મુજબ ગુનો દાખલ કરવા અરજી આવેલ હોઈ તપાસ બાદ ઘટતુ રાખવા ઓફર આવી હતી. જેથી એએસઆઈ છોટુભાઇ મુસલા
 
વાવ પોલીસના એ.એસ.આઈ. 11,000ની લાંચ મામલે ઝડપાયાઃ એસીબીનો સપાટો

અટલ સમાચાર, વાવ

બનાસકાંઠા એસીબીએ વાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિત અન્ય એકને છટકુ ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. રુ ૧૧૦૦૦ની રકમ સ્વિકારતા પકડાઈ જતા જિલ્લા પોલીસ આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.

અગાઉ વાવ પોલીસ સ્ટેશનને આઈ.પી.સી.૪૯૮ મુજબ ગુનો દાખલ કરવા અરજી આવેલ હોઈ તપાસ બાદ ઘટતુ રાખવા ઓફર આવી હતી. જેથી એએસઆઈ છોટુભાઇ મુસલા દ્વારા ગુનો દાખલ નહી કરવા માટે રૂ.૧૨,૦૦૦/-ની લાંચ માંગવામાં આવી હતી. જેમાં રુ. ૧,૦૦૦ શરુઆતમાં આપવાની માંગ સાથે લઈ લીધા હતા. જ્યારબાદ બીજા ૧૧,૦૦૦ રુપિયાની માગણી કરતા ફરીયાદીએ એસીને જાણ કરી હતી. એસીબીએ છટકા આધારે વાવ પોલીસ સ્ટેશનના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર છોટુભાઈ ગાજીભાઈ મુસલાને સાથે ૧૧,૦૦૦ની રકમનો સ્વીકાર કરતા વચેટીયા રાજપુત માદેવભાઈ પથુભાઈ-રહે.વાવ, બનાસકાંઠાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યા છે.