આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

આજના યુગમાં પોતાના બાળકના જન્મદિવસે શહેરીજનો પાર્ટી રાખીને ઉજવણી કરતા હોય છે. જયારે ગ્રામીણ વિસ્તારના લોકો માંડ પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. ત્યાં જન્મદિવસની ઉજવણી ક્યાંથી કરે? પરંતુ વાવના ધરાધરા ગામના વતની કલ્પેશજી ઠાકોરે પોતાના પુત્રની અનોખી રીતે ઉજવણી કરી છે. તેમને ધનકપુરા પ્રાથમિક શાળાના 103 બાળકોને લાડુ,પુરી-શાક,દાળ-ભાતનું મિષ્ઠ ભોજન કરાવી પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી કરી છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામના વતની કલ્પેશજી ઇશ્વરજી ઠાકોરે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. કલ્પેશજી ઠાકોરે પહેલા ધોરણમાં ભણતા પુત્ર રીતેશના જન્મદિવસે ધરાધરા ગામમાં આવેલ ધનકપુરા પ્રાથમિક શાળાના 103 બાળકોને લાડુ,પુરી-શાક,દાળ-ભાતનું મિષ્ઠ ભોજન કરવી પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી.

swaminarayan

ધનકપુરા પ્રાથમિક શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ તરફથી પણ રીતેશને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળાના બાળકોને મિષ્ઠ ભોજન કરાવ્યું એ બદલ સરાહના કરી જન્મદિવસની ઉજવણીની નવી પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ અગાઉ કલ્પેશજી ઠાકોર દ્વારા ગત જૂન મહિનામાં પુત્ર રીતેશકુમારને જ્યારે પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તે વખતે શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી. ધનકપુરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ વખતે સ્કૂલબેગ અને જન્મદિવસે મિષ્ઠ ભોજન અપાતા શાળાના શિક્ષકગણે પણ કલ્પેશજીની કામગીરીને બિરદાવી હતી.

18 Sep 2020, 10:49 AM (GMT)

COVID-19 Global Stats

30,380,034 Total Cases
951,150 Death Cases
22,062,915 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code