આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ચોરીના બનાવો વધી રહયા છે. ત્યારે વાવ તાલુકાના ચોટીલ ગામે દૂધમંડળીમાં તસ્કરોએ એક લાખની રકમ ઉઠાવી તોડફોડ મચાવી નાખતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર બનાવના સી.સી.ટી.વી. સામે આવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરોધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વાવ તાલુકાના ચોટીલ ગામની દૂધમંડળીમાં ગુરૂવારે અજાણ્યા ઇસમો રૂ. 1 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આરોપીઓએ ચોરી કર્યા બાદ દૂધમંડળીની ઓફિસમાં તોડફોડ કરી હતી. જે ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ હતી. સમગ્ર ઘટનાને લઇ ચોટીલ દૂધમંડળીના મંત્રી નગાભાઇ પટેલે ફરીયાદ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code