વાવ: ચોટીલની દૂધમંડળીમાં તસ્કરો ત્રાટકયા, રૂ. 1 લાખ ઉઠાવી ગયા
અટલ સમાચાર,વાવ બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ચોરીના બનાવો વધી રહયા છે. ત્યારે વાવ તાલુકાના ચોટીલ ગામે દૂધમંડળીમાં તસ્કરોએ એક લાખની રકમ ઉઠાવી તોડફોડ મચાવી નાખતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર બનાવના સી.સી.ટી.વી. સામે આવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરોધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વાવ તાલુકાના ચોટીલ ગામની દૂધમંડળીમાં ગુરૂવારે અજાણ્યા ઇસમો રૂ. 1
May 16, 2019, 15:42 IST

અટલ સમાચાર,વાવ
બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ચોરીના બનાવો વધી રહયા છે. ત્યારે વાવ તાલુકાના ચોટીલ ગામે દૂધમંડળીમાં તસ્કરોએ એક લાખની રકમ ઉઠાવી તોડફોડ મચાવી નાખતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર બનાવના સી.સી.ટી.વી. સામે આવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરોધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વાવ તાલુકાના ચોટીલ ગામની દૂધમંડળીમાં ગુરૂવારે અજાણ્યા ઇસમો રૂ. 1 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આરોપીઓએ ચોરી કર્યા બાદ દૂધમંડળીની ઓફિસમાં તોડફોડ કરી હતી. જે ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ હતી. સમગ્ર ઘટનાને લઇ ચોટીલ દૂધમંડળીના મંત્રી નગાભાઇ પટેલે ફરીયાદ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.