વાવ: એક જ દિવસમાં ચોરીની બે ઘટના, CCTV આધારે તપાસ શરૂ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) વાવ પંથકમાં એક જ દિવસે ચોરીની બે ઘટના સામે આવી છે. વાવના એક મંદિરમાં તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા હતા. તો બીજી તરફ વાવ પોલીસ સ્ટેશન ની સામેથી એક બાઈક ચોરાઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે બને ચોરીની ઘટનાઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
 
વાવ: એક જ દિવસમાં ચોરીની બે ઘટના, CCTV આધારે તપાસ શરૂ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

વાવ પંથકમાં એક જ દિવસે ચોરીની બે ઘટના સામે આવી છે. વાવના એક મંદિરમાં તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા હતા. તો બીજી તરફ વાવ પોલીસ સ્ટેશન ની સામેથી એક બાઈક ચોરાઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે બને ચોરીની ઘટનાઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં એક જ દિવસમાં ચોરી ની બે અલગ અલગ ઘટનાઓ બની છે. વાવના એક મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરી મંદિરની દાનપેટી ઉઠાવી ગયા હતા. મંદિરની બાજુ માં જ હોમગાર્ડ જવાનોનો પોઇન્ટ હોવા છતાં પણ ચોરી થતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ વાવ પોલીસ સ્ટેશનની સામે થી જ બાઈકની ઉઠાંતરી થઈ જતાં ચકચાર મચી ગઇ છે. જોકે ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.