શાકભાજીઃ આસમાને પહોંચેલા ભાવો ગૃહિણીઓને રડાવી રહ્યા છે

અટલ સમાચાર, ડેસ્ક કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા, તુરિયાના ભાવ પણ આસ્માને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયા, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠેડક આપી રહ્યા છે.
 
શાકભાજીઃ આસમાને પહોંચેલા ભાવો ગૃહિણીઓને રડાવી રહ્યા છે

અટલ સમાચાર, ડેસ્ક

કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા, તુરિયાના ભાવ પણ આસ્માને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયા, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠેડક આપી રહ્યા છે. દ્રાક્ષ, તરબૂચ, ટેટી, દાડમ અને કેળામાં ભાવમાં ભર ઉનાળે લોકોનાં ખિસ્સાને પોસાય તે ભાવે વેચાણ થઇ રહ્યા છે.

સિઝનલ ફળોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ રૂ.10 થી 15નો ઘટાડો નોંધાયો છે. હજુ કેરીની સિઝન શરૂ થઇ નથી. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ 20 થી 30 ટકા વધ્યા છે. દક્ષિણ ગુજરાતથી આવતા રેગ્યુલર પાક ગણાતા દૂધી, ભીંડા, પરવળ, ગલકાં, તુરિયાના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થયો છે. નબળો વરસાદ, ઓછું ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવ ઊંચકાયા છે. જેમાં કારેલા, ભીંડા અને ટીંડોળીની માગ વધુ હોય તેના ભાવ સૌથી વધારે છે.

શાકભાજીના ભાવઃ

કોબી 60થી 70, ટીંડોળાં 100 થી 110, રીંગણ 60 થી 70, દૂધી 60 થી 70, કારેલાં 70 થી 100, ગવાર 100 થી 110, કાકડી 100 થી 110, પરવળ 100 તી 120, ગલકાં 80 થી 90, ટામેટા 30 થી 40, વટાણા 120 થી 140, ભીંડા 100 થી 110, લીલાં મરચા રૂ 70 (પ્રતિ કિલો)

ફ્રૂટના ભાવઃ

તરબૂચ 15 થી 20, ચીકું 30 થી 35, સફરજન 70 થી 100, દ્રાક્ષ 70 થી 80, કાળી દ્રાક્ષ 70 થી 80, સંતરા 60 થી 70, પપૈયું 35 થી 40, ટેટી 35 થી 40 દાડમ 80 તી 100, મોસંબી 70 થી 80, પાિનેપલ 60 થી 80, કેળા 40 થી 50 (પ્રતિ કિલો)

આ વર્ષે તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ દેશભારમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. જેના કારણે શાકભાજીનો પુરવઠો ઘટી ગયો છે. ચોળી, મેથી, પાલક વગેરે ભાજીઓને ભાવમાં 22 થી 25 ટકાનો વધારો થયો છે. સરેરાશ 10 રૂપિયામાં મળતી પત્તાં ભાજીની એક ઝૂડીના ભાવમાં ડબલ 20 રૂપિયા થયા છે. હજુ પણ આવનાર દિવસોમાં ગૃહિણીઓને ભાવ વધારો સહન કરવો પડશે. તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.