નિર્ણય@ગુજરાત: શિક્ષણ વિભાગે ફાયર NOCને લઈ આપ્યો મહત્વનો આદેશ, શું સૂચના આપી?
આ પરિપત્રમાં શાળાઓએ 30 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર NOC મુદ્દે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા નહિ હોય તેવી શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે એવો આદેશ કરવામાં આવ્યો છે. ફાયર NOC લઈને શિક્ષણ વિભાગે શાળાઓને એક પરિપત્ર કરીને આગામી 30 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા કડક સુચના આપવામાં આવી છે.
પરિપત્ર પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ શાળાઓને ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોને લઈને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શાળાઓએ 30 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ કર્યો છે.ફાયર એન.ઓ.સી.ની મંજૂરી અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થશે. બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે.જે શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધારે હોય તે શાળામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરીને સ્કૂલની શિફ્ટ પધ્ધતિ ચલાવવી.
ગુજરાતની તમામ શાળાઓને ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોને લઈને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શાળાઓએ 30 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ કર્યો છે.ફાયર એન.ઓ.સી.ની મંજૂરી અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થશે. બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉ