નિર્ણય@મહેસાણા: 21 એપ્રિલથી ઊંઝા સિવાયના ગંજબજાર શરૂ, શરતો લાગુ

અટલ સમાચાર, મહેસાણા એક તરફ લોકડાઉન અને બીજી તરફ કૃષિ પાકોનું વેચાણ પણ તૈયાર છે. આવી સ્થિતિમાં મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા શરતોને આધીન મંથન કરી નિર્ણય થયો છે. જેમાં આગામી 21 એપ્રિલથી ઊંઝા સિવાયના ગંજબજાર શરૂ કરવાની તૈયારી બતાવી છે. ખેતપાકોના ખરીદ વેચાણ દરમ્યાન કોરોના સામે કાળજી સૌથી વધુ મહત્વની બતાવી છે. આજે જિલ્લા રજિસ્ટ્રારના
 
નિર્ણય@મહેસાણા: 21 એપ્રિલથી ઊંઝા સિવાયના ગંજબજાર શરૂ, શરતો લાગુ

અટલ સમાચાર, મહેસાણા

એક તરફ લોકડાઉન અને બીજી તરફ કૃષિ પાકોનું વેચાણ પણ તૈયાર છે. આવી સ્થિતિમાં મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા શરતોને આધીન મંથન કરી નિર્ણય થયો છે. જેમાં આગામી 21 એપ્રિલથી ઊંઝા સિવાયના ગંજબજાર શરૂ કરવાની તૈયારી બતાવી છે. ખેતપાકોના ખરીદ વેચાણ દરમ્યાન કોરોના સામે કાળજી સૌથી વધુ મહત્વની બતાવી છે. આજે જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસની મહામારી વચ્ચેખેડુતોનો કૃષિ પાક બજારમાં લાવવા મથામણ થઈ છે. રાજ્ય સરકારે અનાજ માર્કેટયાર્ડો ફરી શરૂ કરવા તૈયારી કરી છે. આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક થઈ હતી. જેમાં ગંજબજારો શરૂ કરવા માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે તેમ સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જિલ્લાની ઊંઝા સિવાયની તમામ બજાર સમિતિઓ 21 એપ્રિલથી કાર્યરત થશે. રાજ્ય બહારના મજુરોનો પ્રશ્ન હલ થયા બાદ ઊંઝા બજાર સમિતિ કાર્યરત થશે. આ સાથે દરેક બજાર સમિતિએ ખેડુતોનું રજિસ્ટ્રેશન શરૂ કરવા પોતાના નંબરો સહિતની માહિતી ખેડુતોને આપવાની રહેશે. ખેડુતો કઇ તારીખે વેચાણ માટે આવશે તે ટેક્સ મેસેજથી જાણ કરવામાં આવશે. ટ્રેકટર કે અન્ય સાધનમાં માલ લઇને આવનાર ખેડુત વધુમાં વધુ એક વાહનમાં બે વ્યક્તિને જ આવવાનું રહેશે.

નિર્ણય@મહેસાણા: 21 એપ્રિલથી ઊંઝા સિવાયના ગંજબજાર શરૂ, શરતો લાગુ

કોરોના વાયરસ સંક્રમણ અટકાવાના હેતુથી યાર્ડમાં આવનાર દરેક ખેડુત,મજુર વેપારી કે કર્મચારીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવું તેમજ માસ્ક વગર પ્રવેશ આપવાનો રહેશે નહિ.દરેક બજાર સમિતિએ તાપમાન ચકાસણી માટે ટેમ્પેરેચર ગન વસાવી યાર્ડના પ્રવેશદ્વારથી ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવો. સેનેટાઇઝેશનની પુરતી વ્યવસ્થા માર્કેટયાર્ડોએ ગોઠવવાની રહેશે.યાર્ડના વેપારીઓએ પણ પોતોની શોપ્સ કમ ગોડાઉન ઉપર સેનેટાઇઝેશનની પુરતી વ્યવસ્થા ગોઠવાવાની રહશે.દરેક માર્કેટ યાર્ડોએ સોશ્યલ ડિસ્ટન્સનું જાળવવાનું રહેશે.દરેક બજાર સમિતિએ 18 એપ્રિલ સુધી રૂપરેખા બનાવી જિલ્લા રજિસ્ટ્રારને મોકલવી અને ખેડુતોને આ અંગેની પુરી માહિતી મળી રહે તે પ્રમાણે પ્રચાર-પ્રસાર કરવાનો રહશે.આ ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દરેક માર્કેટયાર્ડોમાં વ્યવસ્થા અને સુચારૂ અમલ માટે સરકારી પ્રતિનિધિઓની નિમણુંક કરેલ છે.