નિર્ણય@ઊંઝા: પરિણામ અકબંધ વચ્ચે ગંજબજારો કાલથી ચાલુ, પિછેહઠ કે આશ્વાસન ?
અટલ સમાચાર,મહેસાણા 1 સપ્ટેમ્બરથી ઊંઝા APMCના વેપારીઓ હડતાલ પર ઊતર્યા હતા. રૂપિયા એક કરોડથી વધુના રોકડ વ્યવહાર પર 2 ટકા TDSના મામલાનું સમાધાન કરવામાં આવ્યું છે. જેને લઇને ઉત્તર ગુજરાતની APMCએ હડતાલ પૂર્ણ કરી છે. જે આજે 5 દિવસીય હડતાલનો અંત આવ્યો છે. હવે આવતીકાલથી APMC માર્કેટ ફરીથી શરૂ થશે. આવતીકાલથી વેપારીઓ રાબેતા મુજબ કામકાજ શરૂ
Sep 5, 2019, 21:23 IST

અટલ સમાચાર,મહેસાણા
1 સપ્ટેમ્બરથી ઊંઝા APMCના વેપારીઓ હડતાલ પર ઊતર્યા હતા. રૂપિયા એક કરોડથી વધુના રોકડ વ્યવહાર પર 2 ટકા TDSના મામલાનું સમાધાન કરવામાં આવ્યું છે. જેને લઇને ઉત્તર ગુજરાતની APMCએ હડતાલ પૂર્ણ કરી છે. જે આજે 5 દિવસીય હડતાલનો અંત આવ્યો છે. હવે આવતીકાલથી APMC માર્કેટ ફરીથી શરૂ થશે. આવતીકાલથી વેપારીઓ રાબેતા મુજબ કામકાજ શરૂ કરશે. ખેડૂતોને પાક વેચાણની રકમ ચેકથી જ આપવામાં આવશે.
ઉત્તર ગુજરાતના ઊંઝા ગંજબજારના વેપારીઓ સાથે
ધારાસભ્ય સહિત વેપારીઓએ મિટિંગ યોજી હતી.
જેમાં 51 સભ્યો હાજર રહ્યાં હતા. ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશભાઈ અને ધારાસભ્ય ડો. આશાબેન પટેલનીઉપસ્થિતિમાં સર્વે વેપારી મિત્રોએ 6 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.