નિર્ણય@ગુજરાત: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, નફખોરી કરતી ખાનગી શાળાઓને મોટો ફટકો

 
ચુકાદો

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ખાનગી સ્કૂલોમાં સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર છે. જજના ચુકાદા પ્રમાણે ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં. શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. જોકે ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વિના ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં.ફી રેગ્યુલેટરી કમિટી અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેર વ્યાજબી રીતે એ ખર્ચને નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળાની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે.

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે. આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ.ખાનગી શાળાઓ રિઝનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં.

થોડા સમય પહેલા સુરતમાં સ્કૂલ ફીને લઈને FRCને પણ ઘોળીને પી જનારી 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. તથા ફી વધારો ન કરનારીએ એફિડેવિટ કરવાની હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની 800થી વધુ ખાનગી સ્કૂલોએ કોઈ એફિડેવિટ કરી જ નથી. જેને કારણે FRCએ આ ખાનગી સ્કૂલોનું લિસ્ટ કાઢીને ડીઇઓ ડો. દીપક દરજીને મોકલી આપ્યું હતું. જેથી તેઓએ 800થી વધારે ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી હતી.