આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આમાં કોઇ શંકા નથી કે આપ હેલ્થી અને બિમારીથી દુર રહેવા માટે ઇચ્છુક છો તો પોતાની નિષ્ક્રિય લાઇફસ્ટાઇલને છોડી દેવી પડશે. પોતાની ગતિહીન લાઇફસ્ટાઇલને ત્યાગીને એક્ટિ લાઇફસ્ટાઇલ અપનાવવાની સ્થિતીમાં જીવન બદલાઇ શકે છે.

માત્ર એક ફેરફાર કરીને આપ હાર્ટ સાથે સંબંધિત બિમારી, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીને દુર રાખી શકાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટિવ લાઇફસ્ટાઇલ માટે આપને દિવસભર જીમમાં પરસેવો વહેડાવવાની કોઇ જરૂર નથી. દરરોજ માત્ર ૨૨ મિનિટ સુધી વોકિંગ કરવામાં આવે તો પણ સારા પરિણામ મળી શકે છે. ૨૨ મિનટ સુધી રોજ ચાલવાથી આરોગ્યને જાળવી શકાય છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસના પરિણામ હવે જાહેર કરવામાં આવ્યા છે.

જે દર્શાવે છે કે દરરોજ ૩૦ મિનિટ સુધી વોકિંગ ખુબ ફાયદાકારક છે. આના કારણે મોતની શંકા ૨૦ ટકા સુધી ઘટી જાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વોકિંગ ખુબ સરળ અને પરફેક્ટ કસરત સમાન છે. ૧૩ વર્ષ સુધી વ્યપાક અભ્યાસ કર્યા બાદ આના તારણ જારી કરવામાં આવ્યા છે. વોકિંગ સરળ કસરત છે. કારણ કે તે એક સિમ્પલ એક્શન છે. જે સંપૂર્ણ રીતે ફ્રી છે. તેના માટે કોઇ પણ પ્રકારના સાધનની જરૂર હોતી નથી.

27 Oct 2020, 1:36 AM (GMT)

COVID-19 Global Stats

43,770,537 Total Cases
1,164,236 Death Cases
32,173,314 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code