આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના ઉમતા ગામે કસ્બા વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની દીકરી જેનપબાનું અહેમદખાનના લગ્ન ગામમાં જ રહેતા ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન બાદ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન ગામની ચૌહાણ સમીમબાનું નથેખાન સાથે પહેલાથી જ પ્રેમમાં હોવાની માહિતી પત્ની જેનપબાનુંને મળતા સંસારમાં તિરાડ સર્જાઈ હતી. પતિના પ્રેમ સંબંધની જાણ થતા જેનપબાનું પોતાના પિયર ચાલી ગઇ હતી અને તે દોઢ વર્ષથી પિયરમાં જ રહેતી હતી.

અચાનક બુધવારે તેના પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાનનો ફોન આવ્યો હતો અને તેની પત્નીને તેને મળવા બોલાવી હતી. ત્યાં પતિએ તેની પત્નીને દાતરડાના ઘા ઝીંકીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશનો નિકાલ કરવા પાસે રહેલા કુવામાં ફેંકી દીધી હતી. આરોપીના ફોન આવ્યા બાદ જેનપબાનું સાંજ સુધી ઘરે આવી ન હતી. જેથી ગામ આખામાં તપાસ કર્યા બાદ એક ખેતરમાં લોહીના ડાઘ સહિત કુવામાં તરતી ઓઢણી જોઈને પરિવારે લાશને બહાર કાઢી હતી.

જેમાં મૃતક જેનપબાનું પઠાણના શરીર ઉપર દાતરડાના નિશાન મળી આવ્યા હતા. 15 થી વધુ ઘાના નિશાન જોઈને પરિવાર ચોકી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈ નિઝામખાન અહેમદખાને મહેસાણાના વિસનગર તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી. ઉમતામાં રહેતા આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન અને તેની પ્રેમિકા ચૌહાણ સમીમ બાનું નથેખાન સામે ફરિયાદ કરાઇ હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને વિસનગર જેલ હવાલે કર્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code