આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

આગામી દિવસોએ યોજાનાર ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં આ વખતે સૌ પ્રથમવાર વિદેશની યુનિવર્સિટીઓનો કોન્કલેવ યોજાનાર છે. ઉધોગો સાથે-સાથે શિક્ષણને મહત્વ આપવા સારૂ રાજય સરકારે વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીઓને આમંત્રિત કરી છે. ૧૮મી જાન્યુઆરીએ બપોરે ૩ વાગ્યાથી ગાંધીનગરમા આવેલી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ (પીડીપીયુ) યુનિવર્સિટી ખાતે શિક્ષણ સંસ્થાઓનો મેળાવડો શરૂ થશે. કોન્કલેવમાં રાજ્ય અને દેશની યુનિવર્સિટીઓના કુલપતિ, શિક્ષણવિદો, વિદેશની વિવિધ યુનિવર્સિટીઓના શિક્ષણવિદો-પ્રતિનિધિઓ તથા કુલપતિઓ-ઉપકુલપતિઓ, મેનેજમેન્ટ ફેકલ્ટીઝ,ડીન તેમજ પ્રોફેસરો અને રીસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને અમેરિકાની ૧૫ યુનિવર્સિટીઓના ૨૦ જેટલા શિક્ષણવિદો ઉપસ્થિત રહેશે. આ કોન્કલેવમાં શૈક્ષણિક સંસ્થાઓની નીતિઓ ,એકેડમિક રીફોર્મ્સ, ટેકનોલોજી-મેડિકલ સાયન્સ તથા ફોરેન યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ એક્સચેન્જ, પ્લેસમેન્ટ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવા સહિતના વિષયો પર ચર્ચા કરાશે. જોકે જોવાનું એ રહે છે કે, ગુજરાત રાજયની કઇ યુનિવર્સિટી વિદેશની યુનિવર્સિટી સાથે કયા વિષય ઉપર કરાર કરે છે ? આ સાથે કરેલ એમઓયુ વિધાર્થીઓમાં માટે કેટલું કારગર નિવડે છે એ જોવું રહયુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code