વાયબ્રન્ટ ગુજરાત કરોડોના રોકાણ થયાઃ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનશે

અટલ સમાચાર, ગાંધીનગર ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ઉદ્ધાટન કર્યું હતું. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ.
 
વાયબ્રન્ટ ગુજરાત કરોડોના રોકાણ થયાઃ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનશે

અટલ સમાચાર, ગાંધીનગર

ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ઉદ્ધાટન કર્યું હતું. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ. ગુજરાતમાં અદાણી ગ્રુપ કુલ 55 હજાર કરોડનું રોકાણ કરશે. તેઓ વિશ્વનું સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છમાં બનાવશે.

ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. મુકેશ અંબાણીએ સંબોધનમાં કહ્યું કે, 6 કરોડ ગુજરાતીઓનું સપનું એ મારુ સપનું છે. ગુજરાતને સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય બનાવવું છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો. ગુજરાતમાં જીયો નેટવર્ક 5G માટે તૈયાર છે. PDPUને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે 150 કરોડ ફાળવવામાં આવશે. તેમણે રજૂઆત કરી કે ભારતનો ડેટા ભારતમાં જ રહે તેવી રજૂઆત કરી ભારતના ડેટા વિદેશી કંપની પાસે ન જાય.