ગુજરાતમાં ઉધોગોમાં રોકાણ માટે સરળતા રહેશે : ૧૯મીએ જાહેરાત કરાશે

અટલ સમાચાર,ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત શ્રેષ્ઠ ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધા સાથે બદલાઇ રહેલા ગુજરાતની ભાવિ વિકાસ યોજના રજૂ થશે ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ ઇવેન્ટમાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વાયબ્રન્ટ સમિટ દ્વારા ઉદ્યોગ જગતમાં ગુજરાતને એક આગવી ઓળખ આપી છે. ‘ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક’મા આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ
 
ગુજરાતમાં ઉધોગોમાં રોકાણ માટે સરળતા રહેશે : ૧૯મીએ જાહેરાત કરાશે

અટલ સમાચાર,ગાંધીનગર

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત શ્રેષ્ઠ ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધા સાથે બદલાઇ રહેલા ગુજરાતની ભાવિ વિકાસ યોજના રજૂ થશે ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ ઇવેન્ટમાં

રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વાયબ્રન્ટ સમિટ દ્વારા ઉદ્યોગ જગતમાં ગુજરાતને એક આગવી ઓળખ આપી છે. ‘ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક’મા આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2019 યોજાશે. જે અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવાનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ અંતર્ગત સમગ્ર રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં મૂકવાનો છે.

ગુજરાતમાં શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારીની તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે.

મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે 19 જાન્યુઆરી 2019 ના રોજ આ ઈવેન્ટ યોજાશે. વિશ્વભરના ઉદ્યોગકારો અને રોકાણકારો ઉપરાંત વ્યુહરચનાકારોને સંયુક્ત રીતે રાજ્યમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવિ તકો વિશે આ સેમિનારમાં માહિતી પૂરી પાડવામાં આવશે. ગુજરાતના જે યુવા ઉદ્યોગકારો આજે પોતાની કંપનીને નવી ઉંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ તેમજ ઈનોવેશનના માધ્યમથી સફળતાની નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. તેમને પણ આ ફ્યુચરિસ્ટિક’ કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડવામાં આવશે.