આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના પુર્વ વિભાગના ખેડુતોને ખેતી માટે તાત્કાલિક સુજલામ-સુફલામ કેનાલનું છોડવા રજૂઆત કરવામાં આવી છે. કિસાન એકતા સમિતિ કાંકરેજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પાણી છોડવા માંગ કરવામાં આવી છે. આ સમયે મોટી સંખ્યામાં ખેડુતો સહિત કિસાન એકતા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખેડુતોને પાણીના અભાવે ખેતીમાં ભારે નુકશાન થઇ રહ્યું છે. નર્મદાની સુજલામ-સુફલામ કેનાલનું પાણી જો બનાસ નદીમાં છોડવામાં આવે તો ખેડુતોની સમસ્યાનું સમાધાન આવી શકે છે. જે સંદર્ભે કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા સુજલામ-સુફલામ કેનાલનું પાણી બનાસ નદીમાં છોડવા માંગ કરવામાં આવી છે.

કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા ગુરૂવારે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવાયુ છે કે, જો નર્મદાની સુજલામ-સુફલામ કેનાલમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તો ખેડુતોને ખેતી માટે પાણી મળી શકે છે. આ પસંગે કિસાન એકતા સમિતિ ગુજરાત પ્રદેશ આઈ.ટી.સેલ પ્રભારી મહેશ જોષી, કિસાન એકતા સમિતિ પ્રમુખ કાંકરેજ, કાંકરેજ કિસાન એકતા સમિતિ ઉપપ્રમુખ અને અરવિંદજી ગોહિલ હાજર રહયા હતા. કાંકરેજ મામલતદારે પણ ખાત્રી આપી કિસાન એકતા સમિતિ રજુઆત ઉપરના અધિકારી સુધી મોકલવાની વાત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code