વિડીયો@ખેડબ્રહ્માઃ 1.30 લાખની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મામાં સરદાર પટેલ રોડ ઉપર એક ચોર 1.30 લાખની થેલી લઈ ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ફરિયાદ આધારે ચોરને પકડી લેવા ચક્રો ગતિમાન કરી દીધા છે. ખેડબ્રહ્મામાં ધોળા દિવસે ચીલઝડપ જોવા મળી હતી. થેલીમાં રહેલ રૂપિયા સીફતપૂર્વક ખેંચી નાસતો યુવક સી.સી.ટીવી કેમેરામાં દેખાયો છે. ખેડબ્રહ્મામાં
 
વિડીયો@ખેડબ્રહ્માઃ 1.30 લાખની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મામાં સરદાર પટેલ રોડ ઉપર એક ચોર 1.30 લાખની થેલી લઈ ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ફરિયાદ આધારે ચોરને પકડી લેવા ચક્રો ગતિમાન કરી દીધા છે. ખેડબ્રહ્મામાં ધોળા દિવસે ચીલઝડપ જોવા મળી હતી. થેલીમાં રહેલ રૂપિયા સીફતપૂર્વક ખેંચી નાસતો યુવક સી.સી.ટીવી કેમેરામાં દેખાયો છે. ખેડબ્રહ્મામાં સરદાર પટેલ રોડ ઉપર આવેલ એસ.બી.આઈ બેન્ક આગળથી બાઈક પરથી ગઠિયો રુપિયા લઇ ફરાર થઈ ગયો છે.

Video:

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર બનાસકાંઠાના માકડી ગામના ભરત મોતીભાઈ પ્રજાપતિએ આઠ દિવસ પહેલા વડાલી ખાતેથી કેપટન કમ્પનીનું ટ્રેક્ટર ખરીદેલ હતું. જેનું ડાઉન પેમેન્ટ બાકી હોઈ શુક્રવારના રોજ ભરવાનું હતું. ભરતભાઈને 1 લાખ રૂપિયાની જરૂર હોઈ અંબાઇગઢા ગામે તેમના કાકાજી અમૃતભાઈ છગનભાઇ પ્રજાપતિને જણાવ્યુ હતું. જેથી અમૃતભાઈએ બેંકમાંથી શુક્રવારે ખાતર લાવવા ઘરેથી 30 હાજર લીધા હતા. જેઓ તેમના ભત્રીજા પ્રકાશ સાથે બાઈક ઉપર ખેડબ્રહ્મા એસ.બી.આઈ ખાતે આવ્યા હતા. જ્યાં ભત્રીજો બજારમાં ગયો અને અમૃતભાઈ પૈસા લેવા બેંકમાં પહોંચ્યા હતા. બપોરના સમયે રૂપિયા, પાસબુક, ચેકબૂક અને આધારકાર્ડ કપડાંની થેલીમાં મૂકી બહાર આવી બાઈકના હુકમાં ભરાવેલ પૈસાની થેલી ગાયબ જોવા મળી હતી. જેથી બેંકના સી.સી.ટી.વી. માં કોઈ ઈસમ થેલી કાઢતો નજરે પડ્યો હતો. આથી અમૃતભાઈને ચોરી થયાની જાણ થતા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.