વીડિયો@સમી: મત આપવા હોય તો કમળને આપો નહીં તો કોંગ્રેસને આપો: કેબિનેટ મંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, સમી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વખતે ભાજપના કેબિનેટ મંત્રીની જીપ લપસી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ખુદ ભાજપના કેબિનેટ મંત્રીએ કહ્યું હતુ કે, મત આપવા હોય તો બંને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નોંધનિય
 
વીડિયો@સમી: મત આપવા હોય તો કમળને આપો નહીં તો કોંગ્રેસને આપો: કેબિનેટ મંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વખતે ભાજપના કેબિનેટ મંત્રીની જીપ લપસી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ખુદ ભાજપના કેબિનેટ મંત્રીએ કહ્યું હતુ કે, મત આપવા હોય તો બંને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નોંધનિય છે કે, આ સભામાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોરસેના સુપ્રિમો અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના ધધાણા ગામે રવિવારે ચૂંટણીને લઇ ભાજપની સભા યોજાઇ હતી. જેમાં કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર, જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. આ દરમ્યાન ભાજપના કેબિનેટમંત્રી દિલીપ ઠાકોરે પોતાના ભાષણ દરમ્યાન કહ્યુ હતુ કે, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડીયાર માફ નહીં કરે. મત આપવા હોય તો બંને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો તેવું કહેતાં ભાંગરો વટાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મંત્રી દિલીપ ઠાકોરે ખેડૂતોને પાક નુકસાની સહાય યાદ કરાવતા જણાવ્યું હતું કે રાધનપુર, સમી, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાને સહાય માટે દાખલ કરવામાં આવ્યો હતો. આઝાદી પછી પ્રથમ વખત સર્વે કર્યા વગર નુકસાન થયું હોય કે ન થયું હોય દરેક ખેડૂતોના ખાતામાં પૈસા નાખવા ની દિશામાં આગળ વધ્યા હોવાનું જણાવ્યું હતું. આ તરફ દિલીપ ઠાકોરના નિવેદનને લઇ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેઓ જાણી સમજીનો બોલ્યાના આક્ષેપ કર્યો છે.

વીડિયો@સમી: મત આપવા હોય તો કમળને આપો નહીં તો કોંગ્રેસને આપો: કેબિનેટ મંત્રી
જાહેરાત