વિડીયો@સાંતલપુર: લોકડાઉન વચ્ચે જનતા કાર્યવાહી, દારૂના અડ્ડા પર રેડ

અટલ સમાચાર,સાંતલપુર લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાંતલપુર તાલુકાના ગામે ગ્રામજનોએ દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરતા ખળભળાટ મચી ગયો છે. જનતારેડમાં 75 લીટર જેટલો કાચો દેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોએ સમગ્ર બાબતે પોલીસને જાણ કર્યાના કલાકો બાદ પણ પોલીસ ઘટના સ્થળે નહિ પહોંચતા પોલીસની કામગીરી શંકાસ્પદ બની છે. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી લોકોએ જનતારેડ
 
વિડીયો@સાંતલપુર: લોકડાઉન વચ્ચે જનતા કાર્યવાહી, દારૂના અડ્ડા પર રેડ

અટલ સમાચાર,સાંતલપુર

લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાંતલપુર તાલુકાના ગામે ગ્રામજનોએ દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરતા ખળભળાટ મચી ગયો છે. જનતારેડમાં 75 લીટર જેટલો કાચો દેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોએ સમગ્ર બાબતે પોલીસને જાણ કર્યાના કલાકો બાદ પણ પોલીસ ઘટના સ્થળે નહિ પહોંચતા પોલીસની કામગીરી શંકાસ્પદ બની છે. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી લોકોએ જનતારેડ કરતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિડીયો@સાંતલપુર: લોકડાઉન વચ્ચે જનતા કાર્યવાહી, દારૂના અડ્ડા પર રેડ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામે લોકોએ દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરી છે. ગામમાં દેશી દારૂની બદી બાબતે વારંવારની રજૂઆતો બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ દેશી દારૂની હાડડીઓ ધમધમતી હોવાથી સ્થાનિકોએ આજે બપોરે જનતારેડ કરી હતી. જનતારેડ બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કર્યા બાદ પણ કલાકો સુધી પોલીસ નહિ આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાંતલપુર પંથકમાં દેશીદારૂની હાટડીઓને લઇ પંથકના લોકો ખુબ પરેશાન છે. જોકે આજે એવાલ ગ્રામજનો દ્રારા જનતારેડ કર્યા બાદ દેશી દારૂનો 75 લીટર જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પંથકમાં દેશી દારૂની હાટડીઓ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ આજદીન સુધી કોઇ યોગ્ય નિકાલ નહિ આવતાં આજે જનતારેડ કરી હતી.