અટલ સમાચાર, મોઢેરા
શનિવારની મોડી રાત્રિએ બહુચરાજીના દેદરડા ગામના રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનચાલકે અબોલ નિલગાયને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતમોડી રાત્રે દેદરડાની બાજુમાં નિલગાયનો અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂંગા પ્રાણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચાર પગ નિઃસહાય હાલતમાં રોડની બાજુમાં પડેલ નિલગાયને વહેલી સવારે પંથકના જાગૃત યુવા અંકિત શાહ, ભરતસિંહ જાડેજા, કલ્પેશ રાવલ અને અમિત પટેલના ધ્યાને આવ્યું હતું. જેઓએ તાત્કાલીક પાંજરાપોળન અને ર્ડાક્ટરની ટીમે સારવાર કરી હતી.