ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહત્વની ઘટનાઓની વિડીયોગ્રાફી અને વેબકાસ્ટીંગ કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલના અઘ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત પત્રકાર પરીષદ યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ ૧૮૬૪ મતદાન મથકો પૈકી ૩૭૪ શહેરી અને ૧૪૯૦ ગ્રામીણ મથકોમાં ૧૬,૨૭,૬૭૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરનાર છે. જેમાં ૮,૪૪,૮૦૫ પુરૂષ મતદારો અને ૭,૮૨,૮૩૩ સ્ત્રી મતદારો
 
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહત્વની ઘટનાઓની વિડીયોગ્રાફી અને વેબકાસ્ટીંગ કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલના અઘ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત પત્રકાર પરીષદ યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ ૧૮૬૪ મતદાન મથકો પૈકી ૩૭૪ શહેરી અને ૧૪૯૦ ગ્રામીણ મથકોમાં ૧૬,૨૭,૬૭૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરનાર છે. જેમાં ૮,૪૪,૮૦૫ પુરૂષ મતદારો અને ૭,૮૨,૮૩૩ સ્ત્રી મતદારો સહિત ૪૦ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન થનાર છે.

મતદારને મતદાનના પાંચ દિવસ પૂર્વે ફોટો સાથેની મતદાર કાપલી બી.એલ.ઓ મારફતે ઘરે-ઘરે જઇ આપવામાં આવશે. મતદાર માત્ર ફોટો સાથેની કાપલીને આધારે મતદાન કરી શકશે નહિ જેના માટે વિવિધ ૧૧ પુરાવાઓ માન્ય કર્યા છે. અંધ મતદારોને બ્રેઇલ લીપીમાં ફોટો મતદાર કાપલી સામાન્ય કાપલી ઉપરાંત આપવામાં આવનાર છે. જિલ્લા મતદાન મથકોમાં પીવાનું પાણી, ટોયલેટ, રેમ્પ અને શેડ જેવી સુવિધા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં સખી મતદાન મથકો પણ ઉભા કરવામાં આવનાર છે. જિલ્લામાં ૨૨૭૬ કંટ્રોલ યુનિટ અને ૨૮૪૨ બેલેટ યુનિટ અને ૨૪૧૯ વીવીપેટ ઉપલ્બધ છે. મતદાન મથક ખાતે મોકપોલ ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટની હાજરીમાં કરવામાં આવનાર છે. વીવીપેટની મતદાન મથકો પૈકી પસંદ કરે ગમે તે એકના પેપર સ્લીપોની ગણતરી કરી ચકાસણી કરવામાં આવશે. ઇવીએમમાં નોટાનો ઉપયોગ કરી શકાશે તેમજ ઇવીએમ બેલેટ પેપરમાં ઉમેદાવારનો ફોટો પણ દર્શાવવામાં આવનાર છે.

દરેક રાજકીય પક્ષોએ આદર્શ આચાર સંહિતાની ચુ્સ્ત પણે અમલવારી કરવી પડશે. એમ.સી.સી.ના નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને નિયુ્કત કરાયા છે. ઉમેદવારે નામાંકન સાથે ફોર્મ નંબર ૨૬માં સોગંદનામું રજુ કરવું પડશે જેમાં માંગેલ તમામ વિગતો જણાવવી પડશે. આ ઉપરાંત ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતા ઉમેદવારે ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ત્રણ વખત વર્તમાનપત્ર કે ટેલીવીઝનમાં પ્રસિદ્ધી કરાવવી પડશે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહત્વની ઘટનાઓની વિડીયોગ્રાફી અને વેબકાસ્ટીંગ કરાશે. ચૂંટણી પંચે મહેસાણા જિલ્લામાં ૨૧૮ મતદાન મથકો ખાતેથી મતદાનની પ્રક્રિયાનું વેબકાસ્ટીંગ કરવા જણાવ્યું છે.જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરવા કવાયત હાથ ધરી છે. મતદાન મથકો ખાતે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે “નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ” નાસુત્ર સાથે મતદાર જાગૃતિની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે. મતદારોને મદરૂપ થવા માટે મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦ શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી આયોગે ચૂંટણી ખર્ચ દેખરેખ જિલ્લા વિકાસ અધિકારીના દેખરેખ માટે ખાસ એકમ કાર્યોન્વિત કરાયું છે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા રૂ.૭૦ લાખની છે. જેન ખર્ચના મોનીટરીંગ માટે ૨૧ ફ્લાઇંગ સ્કવોડ, ૦૭ સ્થાયી નિરીક્ષણ ટુકડીઓ, ૦૭ વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ, હિસાબી ટુકડીઓ કાર્યન્વિત કરાઇ છે. ફ્લાઇંગ સ્કોવડની કામગીરીનું જી.પી.એસ ટ્રેકીંગ દ્વારા મોનીટરીંગ કરવામાં આવનાર છે. નાગરિકો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો માટે આઇ, સીટી અને મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરાયો છે. ફરીયાદો નોંધવા c-Vigil નામની, મતદારોની સહાયતા માટે વોટર્સ હેલ્પ લાઇન મોબાઇલ એપ્લીકેશન, દિવ્યાંગ મતદારો તેમની સહાયતા માટે On-Line વિનંતી કરી શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મંજુરી માટે સુવિધા વેબસાઇટ મારફતે પરવાગી મેળવી શકાશે. નાગરિકો તરફથી મળતી સુચનાઓની નોંધણી માટે ઇન્ટીગ્રેટેડ વેબસાઇટ સમાધાન લોન્ચ કરેલ છે. મતદાર હેલ્પ લાઇન માટે ૧૯૫૦ નંબર, ૧૮૦૦-૨૩૩-૨૯૪૭ અને ૦૨૭૬૨-૨૩૯૭૦૦ નંબર કાર્યરત છે. આ ઉપરાંત ખર્ચ દેખરેખ, આચાર સંહિતા, ફરિયાદ બાબતો માટે ૧૮૦૦-૨૩૩-૧૧૩૪,૦૨૭૬૨-૨૨૧૧૩૪, ૨૨૧૧૩૫,૨૨૧૧૩૬, અને ૨૨૧૧૩૭ તેમજ ફેક્સ નંબર ૦૨૭૬૨-૨૨૧૧૩૮ કાર્યરત છે. આ ઉપરાંત deomeh.controlroom@gmail.com મેઇલ એટ્રેસ જાહેર કરેલ છે.

મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિલેસ જાજડીયા,નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા સહિત જિલ્લા મિડીયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.