File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે પ્રથમ દિવસે જ નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. તેઓ અગાઉ પણ એકથી વધુ વખત બજેટ રજુ કરી ચૂકયા છે. ફાયર સેફટી સહિતના કેટલાક ખરડાઓ ગૃહમાં રજુ થનાર છે. સુરતના ટયુશન કલાસની આગ, મગફળી કૌભાંડ, કાયદો વ્યવસ્થા, બેરોજગારી, પાણી વગેરે મુદ્દે કોંગ્રેસ આક્રમક મિજાજમાં દેખાય છે.

બજેટ સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં રજુ થતુ હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અસરકર્તા હોવાથી 4 મહિનાનું લેખાનુદાન રજુ કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે બાકીના 8 મહિનાને ધ્યાને રાખી પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે. જેમાં દિવ્યાંગોને પેન્શન સહિતની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી તેથી સરકાર કેટલોક કરબોજ ઝીંકે તો નવાઈ નહિ. ખેડૂતો માટે કોઈ નવી જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવના છે.

લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત બજેટ સત્ર મળી રહ્યુ છે. જ્વલંત વિજયથી ભાજપ ખુશખુશાલ છે. કોંગ્રેસ નિરાશા ખંખેરીને મજબુત વિપક્ષ તરીકે સરકારને ભીડવવા માગે છે. વિધાનસભા સત્ર 25 જુલાઈ સુધી ચાલનાર છે. જેમાં પ્રથમ દિવસથી જ કોંગ્રેસ આક્રમક મિજાજ અપનાવવા માગે છે. કાલના બજેટની સંભવિત જાહેરાતોએ ઉત્કંઠા જગાવી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code