વિડીયોઃનવસારી ડેપોમાં બસ ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જયો, 3ના મોત

અટલ સમાચાર,નવસારી નવસારીમાં બસ ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્મતામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નવસારીમાં એસટી બસના ડ્રાઈવરે ડેપોમાં જ અકસ્માત સર્જતા અફરા તફરી મચી ગઈ હતી.જ્યારે સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી એસટી બસ અચાનક ધડાકાભેર
 
વિડીયોઃનવસારી ડેપોમાં બસ ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જયો, 3ના મોત

અટલ સમાચાર,નવસારી

નવસારીમાં બસ ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્મતામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નવસારીમાં એસટી બસના ડ્રાઈવરે ડેપોમાં જ અકસ્માત સર્જતા અફરા તફરી મચી ગઈ હતી.જ્યારે સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી.

પ્લેટફોર્મ પર ઉભા રહેલા મુસાફર કઈ સમજે તે પહેલા તો બસ પેસેન્જરો પર ફરી વળી હતી. આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો નવસારી ડેપોમાં પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જે લોકો મોત થયા તેમના પરિવારના સભ્યોનપરિવારના સભ્યોના રોકકડથી એસટી ડેપો હચમચી ઉઠ્યો હતો. પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.