વિજાપુર: રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકરો દ્રારા ગરીબોને અનાજની કીટોનું વિતરણ

અટલ સમાચાર,મહેસાણા કોરોના અંતર્ગત 21 દિવસના લોકડાઉનને કારણે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ અને શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે વિજાપુરના કુકરવાડામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ માનવતા દાખવી વિસ્તારમાં જરૃરીયાતમંદ પરિવારોને 150 જેટલી અનાજની કીટોનું વિતરણ કરી મદદરૃપ બન્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ
 
વિજાપુર: રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકરો દ્રારા ગરીબોને અનાજની કીટોનું વિતરણ

અટલ સમાચાર,મહેસાણા

કોરોના અંતર્ગત 21 દિવસના લોકડાઉનને કારણે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ અને શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે વિજાપુરના કુકરવાડામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ માનવતા દાખવી વિસ્તારમાં જરૃરીયાતમંદ પરિવારોને 150 જેટલી અનાજની કીટોનું વિતરણ કરી મદદરૃપ બન્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ થતો અટકાવવા પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યું છે. તેવા સંજોગોમાં સેવાભાવી કાર્યકરો અને પોલીસના સમન્વયથી રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ અને ભિક્ષુકોની આંતરડી ઠારવાનું ઉમદા કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. આવો જ દાખલો વિજાપુર તાલુકાના કુકરવાડામાં સામે આવ્યો છે.

આરએસએસના ભાવિક પટેલ, શ્રીધર જોષી, પ્રતિક પટેલ સહિતના કાર્યકરોએ કપરા સમયમાં આ પંથકમાં વસવાટ કરતા શ્રમજીવી અને ગરીબ પરિવારોને સાંત્વના મળે તેની પહેલ કરી છે. આવા પરિવારોને પાંચ દિવસ સુધી ચાલે તેવી અનાજની કીટ તૈયાર કરી હતી. અને વસઈના સિનીયર પીએસઆઈ એમ.બી.વાઘેલા તથા તેમની ટીમનો સહયોગ લઈને 150 જેટલી તૈયાર કરવામાં આવેલી કરીયાણાની કીટનું જરૂરીયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.