વિજાપુર મામલતદાર કચેરી: ભળતા નામે વારસાઈ કરી આપતા હડકંપ

અટલ સમાચાર, ગિરીશ જોશી મહેસાણા જિલ્લાની વિજાપુર મામલતદાર કચેરી દ્વારા ખોટી વારસાઈનો ગંભીર કેસ સામે આવ્યો છે. ખેડૂત ખાતેદાર જીવીત હોવા છતાં મૃત હોવાના આધાર પુરાવાઓનું ક્રોસ ચેકિંગ કર્યા વિના અન્ય પરિવારને વારસાઈ કરી દીધી છે. જેની જાણ હકીકતના ખેડૂતને થતાં તાત્કાલિક અસરથી નામ દૂર કરવા કવાયત હાથ ધરવી પડી છે. ભાણપુરનાં જ અન્ય
 
વિજાપુર મામલતદાર કચેરી: ભળતા નામે વારસાઈ કરી આપતા હડકંપ

અટલ સમાચાર, ગિરીશ જોશી

મહેસાણા જિલ્લાની વિજાપુર મામલતદાર કચેરી દ્વારા ખોટી વારસાઈનો ગંભીર કેસ સામે આવ્યો છે. ખેડૂત ખાતેદાર જીવીત હોવા છતાં મૃત હોવાના આધાર પુરાવાઓનું ક્રોસ ચેકિંગ કર્યા વિના અન્ય પરિવારને વારસાઈ કરી દીધી છે. જેની જાણ હકીકતના ખેડૂતને થતાં તાત્કાલિક અસરથી નામ દૂર કરવા કવાયત હાથ ધરવી પડી છે.

 

ભાણપુરનાં જ અન્ય એક મહિલા ચંપાબેન અગાઉ વિધવા થયા હોવાથી પતિ સોમાભાઈ પટેલની જમીન પોતાને વારસામાં લીધી હતી. જેમાં વિજાપુર મામલતદાર કચેરીએ ગામનાં સોમાભાઈ કચરાભાઈ પટેલની 515 સરવે નંબરવાળી જમીન પણ વારસાઈમાં ચડાવી દીધી છે. જેની જાણ જીવિત સોમાભાઈ પટેલના પરિવારને થતાં પગ તળેથી જમીન ખસી ગઈ છે.

ભાણપુર ગામના રહીશ સોમાભાઈ કચરાભાઈ પટેલને પોતાની જમીન અન્યના નામે ચડી ગયાની જાણ થતાં ધ્રાસકો લાગ્યો છે. જેથી ગુરુવારે તાત્કાલિક અસરથી વિજાપુર મામલતદારને ફરિયાદ કરતા ગંભીર બેદરકારી કે ષડયંત્ર હોવાની આશંકા ઊભી થઈ છે.

આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે ચંપાબેનનાં  રેકર્ડ આધારે તેમના પતિ કચરાભાઈની જમીનની વારસાઈ કરી આપી હતી. જોકે મામલતદાર કચેરીની બેદરકારી થઈ કે મામલતદારને ગેરમાર્ગે દોરવામાં આવ્યા તે સવાલ ઉભો થયો છે.