વિજાપુરઃ સાબરમતી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ

અટલ સમાચાર, વિજાપુર મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ત્રણ ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિજાપુર ખાતે સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરીનું ષડયંત્ર ઝડપાયું છે. આ ગુનાના આરોપી જયસિંહ અરવિંદસિંહ યાદવ, વાહન માલિક ડાભી જીલુભાઈ ગેલાભાઈ, ટ્રક્ટર માલિક અને ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે. જેઓ
 
વિજાપુરઃ સાબરમતી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ

અટલ સમાચાર, વિજાપુર

મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ત્રણ ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજાપુર ખાતે સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરીનું ષડયંત્ર ઝડપાયું છે. આ ગુનાના આરોપી જયસિંહ અરવિંદસિંહ યાદવ, વાહન માલિક ડાભી જીલુભાઈ ગેલાભાઈ, ટ્રક્ટર માલિક અને ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે. જેઓ સાબરમતી નદી વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજ રેતીનું બિન અધિકૃત રીતે ખોદકામ કરી ટ્રેક્ટરના ચાલકે પોતાના ટ્રેકટરમાં 4 ટન સાદી ખનીજ રેતી ભરી લોડર ચાલકે નદીના પટમાંથી કુલ-3289.50 મે. ટન રેતીનું ગેર કાયદેસર ખોદકામ કરી તહોદારોએ ભેગા મળી એકબીજાના મેણાં પીપણાંમાં સાદી ખનીજ રેતી કુલ રૂપિયા 13,58,721ની ચોરી કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યો હતો. જે અંગે વિજાપુર પોલીસ મથકમાં ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.