આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વિજાપુુુર

શ્રીમતી આર.આર.એચ.પટેલ મહિલા આર્ટસ કોલેજ વિજાપુરમાં ઉદીશા કલબ સંદર્ભે તાજેતના રોજ બે દિવસીય બેઝિક ઈંગ્લીશ વિષયનો વર્કશોપ યોજાવામાં આવ્યો હતો. દરામલી એજ્યુકેશન કોલેજના પ્રાધ્યાપક ડૉ.મહેશભાઈ કે. ચૌધરીએ આજના સમયમાં અંગ્રેજી ભાષાના ક્જ્ઞાનનું મહત્વ સમજાવી તેનો સરળ વ્યવહારિક ઉપયોગ કરવા બાબતે ઉદાહરમો દ્વારા વિદ્યાર્થીઓને ચર્ચામાં એકઠા બનાવી રસપ્રદ રીતે જ્ઞાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આચાર્ય ડૉ.સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ.વિનોદભાઈ પટેલ તેમજ ડૉ.પારૂલબેન શુક્લ ઉપલ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ડૉ.પ્રકાશભાઈ પંડ્યાએ કર્યું હતું તેમજ આભારવિધિ ડૉ. પ્રહલાદભાઈ પ્રજાપતિએ કરી હતી.

23 Sep 2020, 8:02 AM (GMT)

COVID-19 Global Stats

31,800,290 Total Cases
975,769 Death Cases
23,410,225 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code