વિજય@અમદાવાદ: રસાકસીને અંતે મજેઠીયા બન્યાં તલાટી મંડળ પ્રમુખ, વિરમગામની બાજી

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ કોરોનાકાળ વચ્ચે આજે અમદાવાદ જીલ્લા તલાટી મંડળના પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. ભારે રસાકસી અને સામસામી તનતોડ મહેનતને અંતે ચોંકાવનારૂ પરિણામ સામે આવ્યુ છે. હરીફ ઉમેદવાર અર્જુનસિંહની તાકાત અને એડીચોટીના જોર વચ્ચે મતગણતરી કરતાં વિરમગામ તાલુકાએ બાજી મારી છે. અમૃત મજેઠીયાનો 65.52% મતે વિજય થયો છે. જ્યારે હરીફ અર્જુનસિંહ મકવાણાને માત્ર
 
વિજય@અમદાવાદ: રસાકસીને અંતે મજેઠીયા બન્યાં તલાટી મંડળ પ્રમુખ, વિરમગામની બાજી

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ

કોરોનાકાળ વચ્ચે આજે અમદાવાદ જીલ્લા તલાટી મંડળના પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. ભારે રસાકસી અને સામસામી તનતોડ મહેનતને અંતે ચોંકાવનારૂ પરિણામ સામે આવ્યુ છે. હરીફ ઉમેદવાર અર્જુનસિંહની તાકાત અને એડીચોટીના જોર વચ્ચે મતગણતરી કરતાં વિરમગામ તાલુકાએ બાજી મારી છે. અમૃત મજેઠીયાનો 65.52% મતે વિજય થયો છે. જ્યારે હરીફ અર્જુનસિંહ મકવાણાને માત્ર 34.48% મત મ‌ળ્યાં હોવાનું સામે આવતાં તલાટી આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાતમાં અમદાવાદ જીલ્લા તલાટી મંડળનો દબદબો હોઇ પ્રમુખ પદ મેળવવા મોટી કવાયત થઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ જીલ્લા તલાટી મંડળના પ્રમુખપદની આજે ચૂંટણી બાદ પરિણામ પણ જાહેર થઇ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાણંદ તાલુકાનો દબદબો રહ્યાં બાદ આ વખતે વિરમગામ તાલુકા તલાટી મંડળને મોટી સફળતાં હાથ લાગી છે. જેમાં બપોરે 12:00 વાગ્યાથી 03:00 કલાક સુધી મતદાન યોજાયા બાદ મતગણતરી 03:30 વાગે હાથ ધરાઇ હતી. તાલુકાને વેઈટેજ મુજબ દેત્રોજ રામપુરાના-5, માંડલના-5, વિરમગામના-8, સાણંદના-8, દશક્રોઇના-8, બાવળાના-6, ધોળકાના-8, ધંધુકાના-5, ધોલેરાના-5 મળી કુલ 58 પોઈન્ટ મુજબ કુલ 58 મતદારો નક્કી થયા હતા. જેમાં જીલ્લા મંડળના પ્રમુખ તરીકે બે દાવેદારોએ મેદાનમાં ઝંપલાવ્યુ હતુ.

વિજય@અમદાવાદ: રસાકસીને અંતે મજેઠીયા બન્યાં તલાટી મંડળ પ્રમુખ, વિરમગામની બાજી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ જીલ્લા તલાટી મંડળના પ્રમુખની ચૂંટણી આ વખતે સાણંદ તાલુકાના અસ્તિત્વ અને વર્ચસ્વની પરિક્ષા હોવાનું ચર્ચાઇ રહ્યું હતુ. સાણંદ તાલુકા તલાટી મંડળના વિરમદેસિંહ ચુડાસમા, સ્વ.હરિશ્ચંદ્રસિંહ વાધેલા, હરિભાઈ જાદવ સહિતનાએ સરેરાશ 10-12 વર્ષ સુધી જીલ્લા તલાટી મંડળના પ્રમુખપદે રહ્યા હતા. આ વખતે સાણંદ તાલુકા તલાટી મંડળના અર્જુનસિંહ મકવાણા અને સામે વિરમગામ તલાટી મંડળના અમૃત મજેઠીયા વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. જેમાં અર્જુનસિંહે વહીવટી અને રાજકીય મહેનત કરી અને કરાવીને પ્રમુખપદ મેળવવા મોટી કવાયત હાથ ધરી હતી. મતગણતરી દરમ્યાન ફરી એકવાર સાણંદ તાલુકાનો દબદબો થશે તેવી ચર્ચા જામી હતી. જોકે મતગણતરી બાદ અમૃત મજેઠીયાને 65.52% મત મળ્યા તો હરીફ અર્જુનસિંહ મકવાણાને 34.48% મત મ‌ળ્યાં હોવાનું જાહેર થતાં વિજયના સુરો રેલાયા હતા. યુવા તલાટી અમૃત મજેઠીયા અમદાવાદ જીલ્લા મંડળના પ્રમુખ તરીકે વિજેતા બનતાં મોટું પરિવર્તન થયાની પણ એક ચર્ચા છે.