વિજયનગર@આગ: બાલેટાના જંગલમાં ભીષણ આગથી અફડાતફડી

અટલ સમાચાર,વિજયનગર સાબરકાંઠાના જીલ્લામાં આગની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ફરી એકવાર વિજયનગરના બાલેટા નજીકના જંગલ વિસ્તારમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે વન વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવા દોડધામ થઇ હતી. સોમવારે વિજયનગરના બાલેટા, ગરડા અને ભટેલાના જંગલમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ બન્યો હતો. આગ જોતજોતામાં જંગલ આસપાસના વિસ્તારમાં 4 કિલોમીટર
 
વિજયનગર@આગ: બાલેટાના જંગલમાં ભીષણ આગથી અફડાતફડી

અટલ સમાચાર,વિજયનગર

સાબરકાંઠાના જીલ્લામાં આગની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ફરી એકવાર વિજયનગરના બાલેટા નજીકના જંગલ વિસ્તારમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે વન વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવા દોડધામ થઇ હતી.

સોમવારે વિજયનગરના બાલેટા, ગરડા અને ભટેલાના જંગલમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ બન્યો હતો. આગ જોતજોતામાં જંગલ આસપાસના વિસ્તારમાં 4 કિલોમીટર સુધી પ્રસરી જતા વન આલમમાં યુધ્ધના ધોરણે ભાગદોડ મચી ગઇ હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પુર્ણ થયેલ શિયાળા બાદ ઉનાળાની આકરી ગરમી શરૂ થઇ જતા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં આગની ઘટનાઓ છાશવારે બની રહી છે. બંને જીલ્લાના વન વિભાગને આગના સમાચાર મળતા જ જંગલના વૃક્ષો બચાવવા મથામણ થઇ રહી હોવાનું સામે આવ્યુ છે.

છેલ્લા એક અઠવાડીયામાં ત્રણથી વધુ જંગલમાં આગની ઘટનાઓ પાછળના કારણો અને નુકશાનીનો અંદાજ મેળવવો વન વિભાગને માથાનો દુખાવો બની શકે છે. જોકે, ઉનાળાની ગરમી સિવાય આગના કારણોને લઇ વનવિભાગ સામે આશંકા સાથે અધિકારીઓને પણ માથુ ખંજવાળવું પડે તેવી નોબત આવી છે.