બ્રાહ્મણવાડાની ગૌચર જમીન મામલે ગામલોકો રોષે ભરાયાઃ કલેક્ટરને આવેદન અપાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડાની ગૌચર જમીન મામલે ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌ-ધનનું બારોબારીયું કરી દેવાયાના આક્ષેપો સાથે સ્થાનીકો કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારીમાં લાગ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રાહ્મણવાડા ગામમાં આવેલ ગૌચર જમીન ગેરકાયદેસર રીતે ઊંઝા એપીએમસીને પધરાવી દેવામાં આવી છે, ગાય માતાની ગૌચર જમીન છીનવી સરકારે સારુ નથી કર્યું
 
બ્રાહ્મણવાડાની ગૌચર જમીન મામલે ગામલોકો રોષે ભરાયાઃ કલેક્ટરને આવેદન અપાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડાની ગૌચર જમીન મામલે ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌ-ધનનું બારોબારીયું કરી દેવાયાના આક્ષેપો સાથે સ્થાનીકો કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારીમાં લાગ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બ્રાહ્મણવાડા ગામમાં આવેલ ગૌચર જમીન ગેરકાયદેસર રીતે ઊંઝા એપીએમસીને પધરાવી દેવામાં આવી છે, ગાય માતાની ગૌચર જમીન છીનવી સરકારે સારુ નથી કર્યું તેવું ગામલોકો માની રહ્યાછે. હવે ગ્રામજનો લડત આપવાના વિચાર સાથે આગામી 31-1-2019ને ગુરુવારે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપશે. જો યોગ્ય નિર્ણય નહિ આવેતો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર લડત લડવાની પણ ચિમકી ઉચ્ચારી છે. સોશ્યલ મિડીયા મારફત ગૌચરને લઈ જાગૃતિ અને લડત આપવાની વ્યૂહ રચના ઘડાઈ રહી છે.