ખળભળાટ@અમદાવાદ: આરોપીને લઇ કોર્ટમાં જ બબાલ, PSI અને વકીલ બાથમબાથ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદની મેટ્રો પોલિટિન કોર્ટમાં ગઇકાલે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને વકીલની મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઝપાઝપી થતાં મામલો બિચકયો છે. હત્યા કેસમાં સંડોવાયેલા એક આરોપીઓ પોલીસે સીઆરપીસી ૧પ૧ મુજબ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે જામીન આપી દીધા બાદ પણ પોલીસે તેની અટકાયત કરીને લઇ જતા મામલો ગરમાયો હતો. બીજી તરફ નિકોલ પોલીસે
 
ખળભળાટ@અમદાવાદ: આરોપીને લઇ કોર્ટમાં જ બબાલ, PSI અને વકીલ બાથમબાથ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદની મેટ્રો પોલિટિન કોર્ટમાં ગઇકાલે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને વકીલની મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઝપાઝપી થતાં મામલો બિચકયો છે. હત્યા કેસમાં સંડોવાયેલા એક આરોપીઓ પોલીસે સીઆરપીસી ૧પ૧ મુજબ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે જામીન આપી દીધા બાદ પણ પોલીસે તેની અટકાયત કરીને લઇ જતા મામલો ગરમાયો હતો.

બીજી તરફ નિકોલ પોલીસે પણ કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે આરોપીની પાસા થઈ હોવાને કારણે તેની અટકાયત કરવામાં આવી હતી, જેમાં વકીલે વિરોધ કરતા ઝપાઝપી કરી હતી અને પોલીસની વાનને રોકી હતી. હત્યા કેસમાં પોલીસે સંગ્રામસિંહ સિકરવારની ધરપકડ કરીને તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. થોડાક દિવસ પહેલાં સંગ્રામસિંહ સિકરવારને હાઇકોર્ટે જામીન આપ્યા હતા. જેથી તે બે દિવસ પહેલાં જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર આવતાંની સાથે જ સંગ્રામસિંહની પોલીસે સીઆરપીસી ૧૫૧ મુજબ ધરપકડ કરી હતી. સંગ્રામસિંહને ગઇ કાલે સાંજે પોલીસ મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં મેજિસ્ટ્રેટે સંગ્રામસિંહના જામીન મંજૂર કર્યા હતા. મેજિસ્ટ્રેટના ક્લાર્ક મોહનભાઇની ઓફિસમાં ગજેન્દ્રસિંહ કાયદાકીય કામગીરી કરતા હતા ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી.છસાટિયા અને તેમની ટીમ ઓફિસમાં ધસી આવી હતી અને ગજેન્દ્રસિંહને ધક્કો મારીને સંગ્રામસિંહની બોચી પકડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વકીલ ગજેન્દ્રસિંહે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે અમને ધક્કો કેમ મારો છો તો તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મેજિસ્ટ્રેટના ક્લાર્ક મોહનભાઇ સામે તેમનું ગળુ દબાવીને હુમલો કર્યો હતો. કોર્ટના સંકુલમાં પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ વકીલને માર માર્યો હતો અને સંગ્રામસિંહને લઇને જતા રહ્યા હતા. ગજેન્દ્રસિંહ સહિતના વકીલો નીચે ઊતરીને પોલીસની જીપ રોકવાની કોશિશ કરતાં તેઓએ જીપ તેમના પર ચલાવી દીધી હતી. ગજેન્દ્રસિંહ અને અન્ય વકીલો ખસી જતાં પોલીસ સંગ્રામસિંહને લઇને રવાના થઇ ગઇ હતી. પોલીસની હરકતથી ઉશ્કેરાયેલા વકીલો ગઇ કાલે સાંજે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા જ્યાં કારંજ પોલીસે સમગ્ર મામલે સમાધાન કરાવો પ્રયાસ કર્યો હતો. જોકે વકીલોએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ કરવાની હોવાથી એક અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

આ મામલે કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એફ.એમ.નાયબે જણાવ્યું કે, ”આરોપીની પોલીસે કોર્ટમાંથી ધરપકડ કરતા વકીલોએ તેમનો વિરોધ કર્યો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે મામલો ગરમાયો હતો. નિકોલ પોલીસે વકીલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે ત્યારે વકીલે પણ નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પોલીસકર્મીઓ સામે ફરિયાદ કરી છે, જેની તપાસ ચાલુ છે.