આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દિલ્હી હિંસાને લઈ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં કૉંગ્રેસની વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં દિલ્હી હિંસા દરમિયાન મરનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હાલની સ્થિતિ ચિંતાજનક છે. એક કાવતરા હેઠળ સ્થિતિ બગાડવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યુ હતુ કે, બીજેપી નેતાઓએ ઉશ્કેરણી ભરેલા ભાષણો આપ્યા હતા. આ સાથે ચૂંટણી દરમિયાન નફરત ફેલાવી હતી. દિલ્હીની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રી અમિત શાહ જવાબદાર હોવાથી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. સોનિયા ગાંધીએ આ નાજુક પ્રસંગે અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં કહ્યું કે વાજપેયીજીના સમયમાં જ્યારે પણ આવું થતું હતું તો તેઓ તમામ પાર્ટીઓને બોલાવીને વાત કરતા હતા, પરંતુ મોદી સરકારમાં આવું ક્યારેય નથી થયું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેઠક પહેલા કૉંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હી પોલીસ પર નિશાન સાધ્યું હતુ. ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં કહ્યું કે ગૃહ મંત્રી હોય કે પછી ગૃહ મંત્રાલય, સરકારનું કર્તવ્ય છે કે તે હિંસાને રોકે. હિંસા સોમવારથી ચાલુ છે અને હજુ પણ હિંસાની ઘટનાઓ થઈ રહી છે. આ દિલ્હી પોલીસની ભારે નિષ્ફળતાને દર્શાવે છે.

સોનિયા ગાંધીએ મોદી સરકાર અને કેજરીવાલ સરકાર પર ઉઠાવ્યા સવાલ

  • રવિવારે ગૃહ મંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
  • હિંસાવાળા સ્થળો પર કેટલા પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા?
  • બગડતી સ્થિતિ બાદ પણ સેનાની તૈનાતી કેમ ન કરવામાં આવી?
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?
  • દિલ્હી ચૂંટણી બાદ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર શું કાર્યવાહી કરવામાં આવી?
  • સુરક્ષા વ્યવસ્થા ઓછી કેમ હતી?
  • કેન્દ્ર તરફથી પેરામિલિટ્રી ફોર્સ કેમ બોલાવવામાં ન આવી?

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code