આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ મામલે રંગપુર પોલીસ મથક ખાતે નવ લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બનાવ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. જે બાદમાં બેથી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ઢોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડે છે. આ દરમ્યાન યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પાડી રહ્યા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code