આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગમાં ટિકટોક વિડીયો બનતા થયા છે. સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગની નર્સનો ટિકટોક વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કચેરીમાં ભજન ગાતો વિડીયો જોઇ આરોગ્ય અધિકારીએ ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. વિડીયો બનાવવા અને મદદ કરનાર કર્મીઓ સામે પણ તપાસના આદેશ થયા છે.

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ આરોગ્ય સબ સેન્ટરમાં હલચલ મચી ગઇ છે. સ્ટાફ નર્સનો ટિકટોક વિડીયો વાયરલ થતા કર્મચારી આલમમાં રોમાંચ સાથે ચર્ચા જામી છે. નર્સ અને સાથી મહિલા કર્મચારીઓ ભજનનાં તાલમાં જોવા મળી રહ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ આરોગ્ય અધિકારીને થતાં તાત્કાલિક અસરથી નર્સને ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. વિડિયોમા અન્ય કર્મચારીઓ પણ દેખાતા હોવાથી કચેરીમાં શિસ્ત. વિરુદ્ધના કન્ટેન્ટ તૈયાર કરનાર તમામ સામે તપાસ થવાની સંભાવના વધી છે. તપાસ માટે આરોગ્ય વિભાગે કમિટીની રચના કરી હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહયુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code