આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા 

સોશિયલ મિડીયામાં રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મિડીયાના ટીકટોકમાં મહેસાણાની મહિલા પોલીસ કર્મીના નામે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે. સમગ્ર મામલે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તપાસનો આદેશ કર્યો છે.

સોશિયલ મિડીયામાં વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. મહેસાણાના dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે,આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે.

ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે. પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી. ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code