આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકના હાઇવે પર પસાર થયેલી બસનો ફોટો વાયરલ થતા ચર્ચા અને સવાલો ઉભા થયા છે. બસની છત ઉપર વિદ્યાર્થીઓ બેસીને જતા હોઇ સવારી અસલામત બની છે. હાલ આખા દેશમાં અને તેના દંડની રકમ બાબતે ચર્ચા ગરમાતા બસનો ફોટો જોઇ ગંભીર બાબત સામે આવી છે. ઓવરલોડિંગ મુસાફરીને પગલે ટ્રાફિક નિયમો સામે એસટી બેફામ કે છુટછાટ હોવાના સવાલો સ્થાનિકોને અકળાવી રહ્યા છે.

બનાસકાંઠા અને પાટણ જીલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ સલામત સવારી મુસાફરી, એસટી અમારી સુત્ર સામે જોખમ અનુભવી રહ્યા છે. શનિવારે સવારે અચાનક સુઇગામથી રાધનપુર રૂટ પર દોડતી બસનો ફોટો વાયરલ થતા પરિવહન આલમમાં ચકચાર મચી ગઇ છે. બસમાં તમામ સીટ ભરાઇ જતાં અને ઉભા રહેવાની જગ્યા ન રહેતા કેટલાક વિદ્યાર્થીઓ બસ ઉપર ચડી ગયા હતા. બસની છત ઉપર બેસી જોખમ સાથે મુસાફરી કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યુ છે.

swaminarayan

ફોટો વાયરલ થતા તપાસ કરતા ગંભીર સવાલોની સ્થિતિ બની છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બસની છત પણ હકડેઠઠ ભરાઇ જતાં એસટીની સલામતી અને મર્યાદા સામે ઘડીભર ગંભીર સ્થિતિ બની હતી. ફોટો જોઇ બસની સવારી અસલામત હોવાનું સ્પષ્ટ બન્યુ છે. આ સાથે બાઇક અને કારચાલકો માટે જ ટ્રાફિક નિયમન હોવાને સામે એસટીને છુટ છે કે કાયદાની અમલવારીમાં ભેદભાવ છે કે સરકારે છુટ આપી છે ? તે સહિતના સવાલોથી વહીવટી તંત્ર શંકાસ્પદ ભુમિકામાં મુકાયું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code