વિરમગામ: કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા, ખેડુતોને મોટું નુકશાન
અટલ સમાચાર,ડેસ્ક આ વર્ષે ગુજરાતના ખેડૂતની દશા બેસી છે. પહેલા અનરાધાર વરસાદે પાકને મોટું નુકશાન કર્યું. ત્યારબાદ એક પછી એક આવેલા વાવાઝોડા અને વરસાદે ફરી એક વાર ખેડૂતને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો તો હવે સરકારી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર અમદાવાદ જીલ્લાના વિરમગામના ખેડૂતોને
Jan 1, 2020, 16:43 IST

અટલ સમાચાર,ડેસ્ક
આ વર્ષે ગુજરાતના ખેડૂતની દશા બેસી છે. પહેલા અનરાધાર વરસાદે પાકને મોટું નુકશાન કર્યું. ત્યારબાદ એક પછી એક આવેલા વાવાઝોડા અને વરસાદે ફરી એક વાર ખેડૂતને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
તો હવે સરકારી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર અમદાવાદ જીલ્લાના વિરમગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વિરમગામ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે. વાસણ ગામની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયા હતા. અને અનેક ખેતરોમાં ફરી વળ્યા હતા.
તંત્રની ઘોર બેદરકારીને કારણે કેનાલના પાણી ઓવર ફલો થયા હતા. અને થુલેટા ગામની સીમમાં ફરી વળ્યા હતા. આશરે 2000 વીઘા જમીનમાં પાણી ભરાતા કૃષિ પાકને મોટું નુકશાન થયું હતું. જેમાં મોટા પાયે ઘઉં અને દિવેલાના પાકને નુકસાન થયું છે.