આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

વિરમગામ માંડલ હાઇવે પર ત્રિપલ અકસ્માત, બાઇકનો ખુંદડો થઇ ગયો
બે ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા

વિરમગામઃ વિરમગામ નજીક હાઇવે માર્ગ પર સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેને પગલે ઘડીભર ટ્રાફીક જામ થઇ ગયો હતો. સોમવારે વહેલી સવારે બાઇક , કાર અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. સ્થાનિક સુત્રોએ બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયાનું જણાવ્યુ હતું. પોલીસ સ્ટેશને આ બાબતે કોઇ ફરિયાદ નોધાઇ નથી.

વિરમગામ હાઇવે પર આવેલ ધાકડી અને ભોજવા વચ્ચે ઇકો ગાડી ,બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સવારે 11-30 વાગ્યાના અરસામાં સામસામે આવતા વાહનો વચ્ચે ફ્રેક ફેઇલ થતા બે ગાડી વચ્ચે બાઇક આવી ગયું હતું. જેને પગલે ઘાયલ થયેલા મહિલા અને પુરુષને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. બ્રેક ફેઇલ થવાને પગલે અકસ્માત થયો હોઇ બંને પરિવારો વચ્ચે સ્થળ પર ભારે ગરમા ગરમી થઇ હતી. જેને પગલે બંને તરફ ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. જો કે વિરમગામ ગ્રામ્ય અને શહેર પોલીસ સ્ટેશને અકસ્માત બાબતે ફરિયાદ થઇ ન હોવાનું જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code