વિશાખાપટ્ટનમઃ ફરીથી ઝેરી ગેસ લીક થતાં, નજીકના ગામડાઓ ખાલી કરાયા

અટલ સમાચાર, ડેસ્ક વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારેજ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથીગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને
 
વિશાખાપટ્ટનમઃ ફરીથી ઝેરી ગેસ લીક થતાં, નજીકના ગામડાઓ ખાલી કરાયા

અટલ સમાચાર, ડેસ્ક

વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારેજ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથીગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે. પ્લાન્ટની 5 કિમીની આજુબાજુના વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર કંપની પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક થયો. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. ગુરુવારે વહેલી સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે અત્યાર સુધી એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. .

મળતી માહિતી મુજબ એલજી પોલિમર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વિશાખાપટ્ટનમ ફેક્ટરીને લોકડાઉન બાદ ફરીથી ખોલવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે જ આ દુર્ઘટના ઘટી. કંપનીના કર્મચારી તેને ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક પ્રાથમિક કલાકોમાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. જ્યારે લીકેજની ઘટના ઘટી ત્યારે સ્ટોરેજ ટેન્કમાં 1800 ટન ગેસ હતો. તાપમાનમાં ફેરફારના કારણે આ ગેસનું પોલીમરાઈઝેશન થઈ શકે છે અને તેના કારણે ગેસમાં પરિવર્તન થઈ શકે છે.