વિસનગર બસ ડેપોના ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં નોકરી પર આવી ધમાલ કરતા ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,મહેસાણા વિસનગર એસટી ડેપોમાં દારૂ પીને આવેલા એક ડ્રાઇવરે નોકરી લખવા બાબતે એટીઆઇ સાથે બિભત્સ વર્તન કરી હોબાળો મચાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે એટીઆઇની ફરિયાદ આધારે ડ્રાઇવર સામે દારૂ પીધાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિસનગર ડેપોમાં એટીઆઇ તરીકે ફરજ બજાવતા રંડાલા ગામના ચૌધરી દશરથભાઇ શામળભાઇ ઓફિસમાં બેઠા હતા. તે સમયે
 
વિસનગર બસ ડેપોના ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં નોકરી પર આવી ધમાલ કરતા ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,મહેસાણા

વિસનગર એસટી ડેપોમાં દારૂ પીને આવેલા એક ડ્રાઇવરે નોકરી લખવા બાબતે એટીઆઇ સાથે બિભત્સ વર્તન કરી હોબાળો મચાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે એટીઆઇની ફરિયાદ આધારે ડ્રાઇવર સામે દારૂ પીધાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિસનગર ડેપોમાં એટીઆઇ તરીકે ફરજ બજાવતા રંડાલા ગામના ચૌધરી દશરથભાઇ શામળભાઇ ઓફિસમાં બેઠા હતા. તે સમયે વિસનગરના રંગાકુઇના ડ્રાઇવર ચૌધરી વિષ્ણુભાઇ વેલાભાઇએ દારૂ પીધેલી હાલતમાં આવી સુરત નોકરી કેમ લખો છો તેમ કહી બિભત્સ વર્તન કર્યું હતું. આ અંગે દશરથભાઇ ચૌધરીએ ફરિયાદ આપતાં ડ્રાઇવર ચૌધરી વિષ્ણુભાઇ વેલાભાઇ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.