આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર નજીક કડા રોડ ઉપર અચાનક બપોરે બે વાગ્યા દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક વિસનગરમાં ફાઇનાન્સરનો ધંધો કરતો વિજય પટેલ હોવાનું માલુમ પડતા સગાં સંબંધીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિગત મેળવતા યુવકે પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

વિસનગરના ૫૦ વર્ષીય ફાઇનાન્સર વિજય પટેલે અચાનક ગુરુવારે બે વાગે પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બપોરે ઘેરથી નીકળ્યા બાદ વ્યવસાયના કામે બહાર નીકળી પોતાના ખેતરમાં ગયા હતા. જ્યાં અગમ્ય કારણોસર પોતાની રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. આ તરફ મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. વિસનગર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code