આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાતમાં વધતી જતી દારૂની ગેરકાયદેસર હેરાફેરીને રોકવા રાજય પોલીસ અને જીલ્લા પોલીસ રાત્રિના સમયે પણ સધન વોચ રાખી રહી છે. ગત રાત્રિએ વિસનગર શહેર પોલીસે પાલડી ત્રણ રસ્તા નજીક મારૂતીવાનમાં ભરેલ 648 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો. પોલીસે 1.10 લાખનો વિદેશી દારૂ સહિત મારૂતીવાન કબજે કરી બે વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર પોલીસને વડનગર તરફથી ગાડીમાં વિદેશી દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સોમવારે પોલીસે પાલડી ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. જ્યાં વડનગર તરફથી આવી રહેલ મારૂતીવાન નં.જી.જે.1.એસ.એલ.1571 ના ચાલકે પોલીસને જોઈ ગાડી મુકી નાસવા જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી લઇ વિદેશી દારૂની 648 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે ઝડપાયેલા ચાલક ઠાકોર જીતેન્દ્રજી ગાંડાજી રહે. સુલતાનપુર, તા.વડનગરની પૂછપરછ કરતાં આ માલ વિસનગરના ઠાકોર કનુજી જીવણજીને હોવાનો અને તેને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે 1,10,400નો વિદેશી દારૂ સહિત મારૂતીવાન કબજે કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code