વિસનગર નૂતન કોલેજ ખાતે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર,વિસનગર વિસનગર નૂતન કોલેજ ખાતે ડીસ્ટ્રીકટ ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસ વિસનગર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.તમાકુ નિયંત્રણ વિષયે લોકજાગૃતિ લાવવા,તમાકુના વ્યસનને અટકાવવા તથા તમાકુથી થતી ભયંકર બીમારીઓ ના થાય તે હેતુને ધ્યાને લઇ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩-ના કલમ ૦૬ (અ) ૧૮ વર્ષથી નાની
                                          Dec 24, 2018, 14:54 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,વિસનગર
વિસનગર નૂતન કોલેજ ખાતે ડીસ્ટ્રીકટ ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસ વિસનગર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.તમાકુ નિયંત્રણ વિષયે લોકજાગૃતિ લાવવા,તમાકુના વ્યસનને અટકાવવા તથા તમાકુથી થતી ભયંકર બીમારીઓ ના થાય તે હેતુને ધ્યાને લઇ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩-ના કલમ ૦૬ (અ) ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોને તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવું કે કરાવવું ગુનો છે. તેમજ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ કે તમાકુનો ઉપયોગ કરવો દંડનીય ગુનો છે જેવા વિવિધ વિષયો પર વ્યક્તવ્ય રજુ કરાયું હતું. તેમ ડિસ્ટ્રીક કન્સલ્ટન્ટ ઓફિસર મહેસાણાએ જણાવ્યું છે.

