અટલ સમાચાર,કાંકરેજ (રામજીભાઈ રાયગોર)
વાવ તાલુકાના કટાવ ગામે ગજ્જર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગજ્જર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા .
વાવ તાલુકાના કટાવ ગામે વસતા ગજ્જર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વિશ્વકર્મા જયંતીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગજ્જર સમાજ દ્વારા કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા જવાનો શ્રદ્ધાંજલી આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજ દ્વારા જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા
.